GST :-
સાધર્મી ભાઈઓ - બહેનો , વડીલો તથા યુવાનો,
સાદર જય જિનેન્દ્ર ,
સહર્ષ જણાવવાનું કે આપણા સમાજના ઓનલાઇન ઇ-વસ્તીપત્રક ની વેબસાઈટ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગઈ છે
તેમજ આશા રાખીએ છીએ કે આપ સર્વેને આપના Login ID તેમજ તેના Password પણ મળી ગયા હશે.
ઇ-વસ્તીપત્રક તથા વેબ સાઇટ બનાવવા માટેનો આપણો મુખ્યહેતુ એ છે કે સમાજના દરેક વ્યક્તિ વિવિધ પ્રકારે
આનો મહત્તમ લાભ મેળવી શકે તે માટે તેના પ્રથમ ચરણરૂપે આવનાર દિવસોમાં નામદાર કેન્દ્ર સરકાર દ્વારા લાગુ
થનાર GST (Goods & Servies Tax) ના કાયદાને લઈને વેપારી આલમમાં ઘણી મૂંઝવણ છે તેને દૂર કરવા તેમજ
કાયદાની પરિભાષાને સરળ શૈલીમાં સ્પષ્ટ કરવા માટે આપણા સમાજના યુવા C.A. Rinkesh Kirtibhai Shah એ
એક માર્ગદર્શિકા તૈયાર કરી છે તેને આપણે વેબસાઈટ પર મૂકીએ છીએ જેનો મહત્તમ લાભ આપણા સમાજના
મહત્તમ વેપારી ભાઈઓ મેળવે તેવી અમારી સમાજવતી મંગલભાવના છે.
GST ના કાયદા અંગે માર્ગદર્શિકા તૈયાર કરવા માટે C.A. Rinkesh Kirtibhai Shah એ પોતાનો અમૂલ્ય સમય
આપીને સમાજોપયોગી કાર્ય કરવામાં મદદ કરી છે તે ખુબજ આવકારદાયક છે તેમજ તેમના ખુબજ આભારી છીએ
તેમજ ભવિષ્યમાં પણ દરેક ક્ષેત્રના નિષ્ણાંત યુવાનો આ રીતે આપણને અલગ-અલગ ક્ષેત્રોમાં મદદગાર બનશે તેવી
આશા રાખીએ છીએ.........
લી.
સુભાષ એસ. કોટડીયા (પ્રમુખ)
મુકેશકુમાર બી. શાહ (મંત્રી)
મિતેશકુમાર એમ. મહેતા (ખજાનચી)
શ્રી બે.દ.હું.દિ. જૈન ચોખલા પંચ.

પ્રમુખશ્રીની કલમે :-
શ્રી બેતાલીશ દશા હુમ્મડ દિગંબર જૈન ચોખલા પંચ સમાજના સર્વે સાધર્મી ભાઈઓ , બહેનો તથા વ્હાલા બાળકો,
સમાજ સમક્ષ અત્યાધુનીક ટેક્નોલોજી અને અત્યાધુનીક સોફ્ટવેર સભર તેમજ સમાજની મહત્તમ જરૂરીયાતને પૂર્ણ કરી શકે તેવું અનેકવિવિધ માહીતીસભર ઇ-વસ્તીપત્રક સમાજ સમક્ષ વિમોચન થવા જઇ રહ્યું છે તે મંગલવેળાએ હું ખુબજ હર્ષ તેમજ આનંદની લાગણીનો અનુભવ કરું છું.
આપણા સમાજના યુવાવર્ગ પાસે કેવી અને કેટલી હકારાત્મક તેમજ સર્જનાત્મક પ્રતીભા છુપાયેલી છે તેનો એક નાનકડો પરિચય આ ઇ-વસ્તીપત્રક ના માધ્યમથી આપણસૌને મળે છે. આવા સમાજોપયોગી સુંદર કાર્ય કરવા બદલ ઇ-વસ્તીપત્રક કમીટીના સર્વે યુવામિત્રોને મારા અંતરના ઓવારેથી ધન્યવાદ પાઠવું છું તેમજ ભવિષ્યમાં પણ થનાર આપણા સમાજના આવાજ સમાજોપયોગી સુંદર કાર્ય કરવા માટે આપ સર્વે સદૈવ તત્પર રહેશો એવી આપ સર્વે યુવમિત્રો પાસેથી અપેક્ષા રાખું છું.
સમાજના દરેક વ્યક્તિને આ ઇ-વસ્તીપત્રક પોતાના વ્યવસાય માટે , ઘરના શુભ પ્રસંગે સગા-વ્હાલા ને આમંત્રણ પાઠવવા માટે , સારા – નરસા પ્રસંગોની એક -બીજાને જાણ કરવા માટે , યુવાન દીકરા -દીકરીઓના વેવિશાળ માટે , એક-બીજાની વ્યવસાયીક જરૂરીયાત પૂરી પાડવા માટે, પોતાના વ્યવસાય માટે જરૂરી સ્ટાફ ની ભરતી કરવા માટે , સમાજના જ ભાઈ-બહેનોને વ્યવસાયીક મદદરૂપ થવા માટે તેમજ આવા અનેક સારા કાર્યો માટે વિવિધ રીતે મદદરૂપ નીવડશે તેમજ સમાજના દરેક વ્યક્તિ આ ઇ-વસ્તીપત્રક નો મહત્તમ લાભ લે તેવી મારી મંગલ ભાવના છે.
ઇ-વસ્તીપત્રકની યુવા કમીટીએ આ ભગીરથ કાર્યને સુપેરે પૂર્ણ કરવા માટે અથાગ પરિશ્રમ કર્યો છે તેમજ ઇ-વસ્તીપત્રક બનાવવા માટે થનાર ખર્ચનો બોજો સમાજ ઉપર ના પડે તેના સારું વિવિધ પ્રકારની યોજનાઓ તૈયાર કરીને આવકનો સ્તોત્ર તૈયાર કરેલ છે તેને માટે સમાજ ઇ-વસ્તીપત્રકની યુવા કમીટી નો સદૈવ ઋણી રહેશે.
ફરી એકવાર આપ સર્વેને મારા સાદર જય જિનેન્દ્ર , એજ લી .આપ સર્વેનો હિતેચ્છુક ,
(સુભાષ એસ. કોટડીયા )
પ્રમુખ,
શ્રી બેતાલીશ દશા હુમ્મડ દિગંબર જૈન ચોખલા પંચ

મંત્રીશ્રીની કલમે :-
સાધર્મિ ભાઈઓ તથા બહેનો
આપણો બેતાલીસ દશા હુમ્મળ દિગમ્બર જૈન મુમુક્ષુ સમાજ આપ સોના સાથ તથા સહકાર થી સતત પ્રગતિ કરી રહ્યો છે સમાજ ને સતત પ્રગતિશીલ રાખવા તથા નવા જમાનાના તાલ સાથે તાલ મિલાવી તથા પૂજ્યશ્રી ગુરુદેવના બતાવેલા માર્ગ સાથે સંકળાઈને. રહે તે માટે આપણે આ ઓનલાઈન પોર્ટલ બનાવેલ છે.
આપ સોને આ પોર્ટલ મદદરૂપ થશે તેમજ સમાજને જોડી રાખવામાં પણ મદદ કરશે. ઓનલાઈન પોર્તાલને પહેલાની જેમજ આપનો સાથ તથા સહકાર મળી રહેશે તેવી આશા સાથે.
આપનો,મુકેશકુમાર બાબુલાલ શાહ.
મંત્રી